નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશની પહેલી ડ્રાઈવરલેસ મેટ્રોને લીલી ઝંડી બતાવી. પહેલા તબક્કામાં ડ્રાઈવરલેસ મેટ્રો મજેન્ટા લાઈન પર જનકપુરી પશ્ચિમથી નોઈડાના બોટનિકલ ગાર્ડન મેટ્રો સ્ટેશન સુધી દોડશે. ત્યારબાદ તેને આગળ પણ વધારવામાં આવશે. દેશની પહેલી ડ્રાઈવરલેસ ટ્રેન દિલ્હી મેટ્રોની મજેન્ટા લાઈન અને પિંક લાઈન પર દોડવાની છે. આ અવસરે  પીએમ મોદીએ કહ્યું કે મને આજથી લગભગ 3 વર્ષ પહેલા મજેન્ટા લાઈનના ઉદ્ધાટનનૌ સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. આજે ફરીથી આ રૂટ પર દેશની પહેલી ઓટોમેટેડ મેટ્રોનું ઉદ્ધાટન કરવાની તક મળી. જે દર્શાવે છે કે ભારત કેટલી ઝડપથી સ્માર્ટ સિસ્ટમ તરફ આગળ વધી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Farmers Protest: પંજાબમાં આંદોલનકારી ખેડૂતોના ગુસ્સાનો ભોગ બની રહ્યા છે દૂરસંચાર ટાવર!, અનેક જગ્યાએ ખુડદો બોલાવાયો


અમદાવાદનો કર્યો ઉલ્લેખ
તેમણે કહ્યું કે આજે નેશનલ કોમન મોબિલિટી કાર્ડથી પણ મેટ્રો જોડાઈ રહી છે. ગત વર્ષે અમદાવાદથી તેની શરૂઆત થઈ હતી. આજે તેનો વિસ્તાર દિલ્હી મેટ્રોની એરપોર્ટ એક્સપ્રેસ લાઈન પર થઈ રહ્યો છે. આ સાથે તેમણે કહ્યું કે થોડા દાયકા પહેલા જ્યારે urbanisationની અસર અને urbanisation નું ભવિષ્ય બંને બિલકુલ સ્પષ્ટ હતું ત્યારે તે સમયે એક અલગ જ વલણ દેશે જોયું. ભવિષ્યની જરૂરિયાતોને લઈને એટલું ધ્યાન નહતું. અડધા પડધા મનથી કામ થતું હતું. ભ્રમની સ્થિતિ રહેતી હતી. આ સોચથી અલગ આધુનિક વિચારધારા એમ કહે છે કે શહેરીકરણને પડકાર ન માનીને એક અવસરની જેમ ઉપયોગ કરવામાં આવે. એક એવો અવસર જેમાં આપણે દેશમાં સારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી શકીએ છીએ. એક એવો અવસર જેમાં આપણે Ease of Living વધારી શકીએ છીએ. સોચનું આ અંતર શહેરીકરણના દરેક આયામને દર્શાવે છે. 


કોંગ્રેસનો 136મો સ્થાપના દિવસ: રાહુલ-સોનિયા ગાંધીની ગેરહાજરીમાં આ 'બિન ગાંધી' નેતાએ ફરકાવ્યો ઝંડો


2014માં ફક્ત 5 શહેરમાં મેટ્રો
પીએમ મોદીએ કહ્યું કે વર્ષ 2014માં દેશમાં ફક્ત 5 શહેરોમાં મેટ્રો ટ્રેન હતી. આજે 18 શહેરોમાં મેટ્રો રેલ સેવા છે. વર્ષ 2025 સુધીમાં અમે તેનો 25થી વધુ શહેરોમાં વિસ્તાર આપવાના છીએ. RRTS મેટ્રો સિસ્ટમ દિલ્હી અને મેરઠના અંતરને ઘટાડીને એક કલાકથી ઓછું કરી નાખશે. એવા શહેરો કે જ્યાં મુસાફરો ઓછા છે ત્યાં મેટ્રો લાઈટ વર્ઝન પર કામ ચાલે છે. જે સામાન્ય મેટ્રોના કુલ ખર્ચના 40 ટકા ખર્ચમાં તૈયાર થઈ જાય છે. જ્યારે જે શહેરોમાં મુસાફરો તેના કરતા પણ ઓછા છે ત્યાં મેટ્રો નિયો પર કામ ચાલુ છે. જે સામાન્ય મેટ્રોના ખર્ચની સરખામણીએ તેના 25 ટકા ખર્ચમાં જ તૈયાર થઈ જાય છે. એ જ રીતે વોટર મેટ્રો પણ આઉટ ઓફ ધ બોક્સ વિચારનું ઉદાહરણ છે. 


કોરોના વાયરસ પર અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો, જાણીને તમારો ડર થઈ જશે છૂમંતર 


અત્રે જણાવવાનું કે પહેલા તબક્કામાં આ ડ્રાઈવરલેસ ટ્રેન મજેન્ટા લાઈન પર જનકપુરી પશ્ચિમથી નોઈડાના બોટનિકલ ગાર્ડન મેટ્રો સ્ટેશન સુધી દોડશે. ત્યારબાદ વર્ષ 2021માં પિંક લાઈનમાં 57 કિલોમીટર સુધી ડ્રાઈવરલેસ મેટ્રો દોડાવવાની યોજના છે. જે મજલિસ પાર્કથી શિવ વિહાર સુધીનું અંતર કાપશે. આ જ પ્રકારે કુલ 94 કિલોમીટર સુધી ડ્રાઈવરલેસ ટ્રેનો દોડાવવાની યોજના છે. સામાન્ય ટ્રેનોની જેમ આ ડ્રાઈવરલેસ ટ્રેનમાં પણ 6 કોચ હશે. દિલ્હી મેટ્રોએ ડ્રાઈવરલેસ ટ્રેનને એક મોટી ટેક્નિકલ ઉપલબ્ધિ ગણાવી છે. ડીએમઆરસી છેલ્લા લગભગ 3 વર્ષથી ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેનની ટ્રાયલ કરી રહ્યું હુતં. દિલ્હી મેટ્રોએ પહેલીવાર સપ્ટેમ્બર 2017માં તેની ટ્રાયલ શરૂ કરી હતી. ડ્રાઈવરલેસ ટ્રેનમાં 6 કોચ હશે, આ ટ્રેનમાં 2280 મુસાફરો પ્રવાસ કરી શકે છે. જેમાં દરેક કોચમાં 380 મુસાફરો સવાર થઈ શકશે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube